પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૦ આમાના આલાપ રામનને જરૂર હોય તે ચાર ચારની સંખ્યામાં પીરસે. તેને ચાલશે ! અમરાવતી જેલમાં સુકાઈને તે આવ્યો છે !' – પ્રહદીવરને હસતાં હસતાં કહ્યું. જમીનદારની પત્ની પણ જવાબ આપવામાં કાંઈ ઊતરે એવા ન હતાં. તેમણે તરત આના જવાબમાં કહ્યું, | વેવાઈના ઘરનાનું સ્વાગત કરું છું એમ જ માની લે ને ! તેઓ આજે નહિ તે આવતીકાલે કે કઈ પણ એક દિવસે આ ઘરના જમાઈ થવાના છે. તમે તેમના ભાઈના સ્થાને છે. જે ઓછું પીરસીને હું કરકસર કહું તે તમે જ કાલે આ મામી જબરા અને કંજૂસ છે, એમ કહીને ?” સાંભળી લે, રાજા! તને જ કહે છે...' રાજારામનની તરફ જોઈને હસતાં હસતાં પ્રહદીશ્વરને કહ્યું. રાજારામન આને જવાબ આપી શક્યો નહિ. શરમના માર્યા નત મસ્તક ઊંચું કર્યા વગર તેણે ભજન પૂરું કર્યું. તે દિવસે બપોરે પોતે જે ગાડામાં આવ્યા હતા તે ગાડામાં, બધાંની રજા લઈને આશ્રમ પાછી જવા પ્રહદીશ્વરન તૈયાર થયા. તું થડા દિવસે અહીં રહીને આવજે. મદુરમનું શરીર સુધારા પર લાવવાનું છે. હું ના જાઉં તે આશ્રમનું કામ અટકી પડે. હું આજે જ જઈશ' જતી વખતે રાજારામનને આગ્રહપૂર્વક કહીને તે ગયા. રાજારામન પણ ત્યાં રહેવા માટે સંમત થયો. જમીનદાર ત્યાં રહેતા હતા ત્યારે હજારોની સંખ્યામાં પુસ્તકે ભેગાં કરીને એક મોટું પુસ્તકાલય તેમણે વસાવ્યું હતું. તમિળ, અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાનાં સારા પ્રમાણમાં પુસ્તકે ત્યાં હતાં. સદ્ભાગ્યે રાજારામને આ ચારે ભાષાઓનો અભ્યાસ કર્યો હેવાથી આ પુસ્તકને તે લાભ લઈ શક્યો. કેટલાંક વાર્તાનાં પુસ્તકો તેણે મદુરમને વાંચી સંભળાવ્યાં. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, હુન્નર ઉદ્યોગ પરનાં પુસ્તકે હતાં તેમ જ રાજકારણ પરનાં પુસ્તક પણ સારી