પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૬ આત્માના આલાપ મહાત્મા ગાંધી પણ ચાલ્યા ગયા. તે પછી હું કોણ? એક નવલકથાના નાયક કરતાં વધુ સુંદર જીવન હું જ છું – આત્માથી જીવ્યો છું, એ જ વાત અગત્યની છે. આત્માને સાદને માન આપીને જીવનારા એમને હું કદાચ છેલે માનવ છું. મારા ગયા પછી, મારી રજનીશી શોધીને મારું જીવનચરિત્ર લખવાને અધિકાર હું તને આપું છું. પરંતુ અત્યારે તે એ વાત અહીં જ ભૂલી જા.” તે વખતે તેમને વધુ આગ્રહ કરવાની મારી ઇચછા ન હતી. ત્યાર પછી તેમને મળવા માટે એકાદબે વખત આશ્રમ ગમે ત્યારે મેં તેમને પૂછયું તો એને એ જ જવાબ મળે. પરંતુ તેગ્ની હયાતીબાદ તેમનું જીવનચરિત્ર લખવાની મને અનુમતિ મળી હોવાને કારણે મેં ગૌરવ અને સંતોષ અનુભવ્યાં. તે જીવનચરિત્ર લખીને મન તૃપ્ત કરવાની તક હવે આવી છે. તેમના મૃત્યુનું દુઃખ સહન થઈ શકે તેમ નથી. પરંતુ તે દુઃખમાં તેમનું જીવનચરિત્ર લખી શકીશ, એટલું મને આશ્વાસન હતું. જલદી મદુરે જવાની વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે ટ્રેનને સમય નથી. સવારે એફએસ પકડું તે રાતના દશ વાગે મદુરે પહેરું. મારાથી અંતિમક્રિયામાં ભાગ લઈ શકાય નહિ. સવારે વિમાનમાં મદુરે જઈ, ત્યાંથી કેઈ મિત્રની કારમાં જાઉં કે પછી માબલમ જઈ મારી કારમાં સવારે ચાર વાગે નીકળું, એ વિચાર કરતે હતે. ફેરમૅને શહેરની આવૃત્તિની પહેલી નકલ લાવીને મેજ પર પાથરી. ઊડતી નજરે તે જોઈ ગયે. પછી એરલાઈન્સની કંપની પર ફોન કર્યો; પણ એંગેજ આવ્યો. આથી હું જ સામે આવેલ એર–લાઈન્સની ઓફિસમાં રૂબરૂ મળવા નીકળે, ત્રણ વાગ્યા હતા, માઉન્ટરોડ સૂમસામ હતે. ચેકિયાતને રન મારવાનું કે શાક માર્કેટ જતા એકાદ ગાડાને અવાજ આવતું હતું. સરકારી મિલકતમાં આવેલાં વૃક્ષોમાંથી કાગડાઓના અવાજ સંભ