પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૨ આત્માના આલાપ રહી હતી એ દિવસો યાદ કરીને તેણે કહ્યું, “સુવર્ણ જેવી શુદ્ધ મદુરમના જેવી સ્ત્રી મેં જોઈ નથી.” પિતાની જેમ બધાં મદુરમને યાદ કરે છે અને એ બધાંની સ્મૃતિમાં સંગ્રહાઈ છે, એ જાણીને રાજારામને ગૌરવ અનુભવ્યું. સાથે સાથે એ જ વિચારે તેના મનને વ્યથિત કરી નાખ્યું. ખોટ પૂરી ન શકાય અને ન મેળવી શકાય એવી ખેટ પોતે અનુભવી રહ્યો છે, એ જાણે ઓછું હોય એમ જ્યારે જ્યારે બીજાઓ મળે છે ત્યારે ત્યારે તેને એ બેટ વધુ સાલે છે, અને તેના મનને વ્યથાના મહાસાગરમાં ડુબાડી દે છે. | બીજે દિવસે તેઓ પદુકદેથી મદ્રાસ જવા નીકળ્યા. મદ્રાસમાં તેઓ કેટલાક કાર્યકરે, મંત્રીઓ અને મુખ્ય મુખ્ય માણસને મળ્યા. આશ્રમને માન્યતા અને ગ્રાંટ મેળવવામાં જરૂર સફળતા મળશે, એવી તેઓને પ્રતીતિ થઈ. બધાએ જ સહકાર આપવાની તપરતા બતાવી. આશ્રમના સારા ભાવિની આશા સાથે તેઓ પાછા ફર્યા. આશ્રમની આર્થિક મુશ્કેલીઓ ઘણી હેવા છતાં તેઓએ ખરા ખંતથી આશ્રમનું સંચાલન કરે જતા હતા. દાણા પાણી, શાકભાજી, દૂધદહીં અને ધી બધું જ આશ્રમમાં ઉત્પન્ન થતું હતું. કપડાંની જરૂરિયાત ત્યાં ચાલતા રટિયા અને શાળથી પૂરી થતી હતી. મદુરમે આ બધી જમીન એ દિવસે લખી આપી ન હોત તો આજે આ આશ્રમનું અસ્તિત્વ ન હોત, એ યાદ આવતાં તેનું હૃદય આભારની લાગણથી ઊભરાઈ જાય છે અને ચક્ષુ આંસુથી ભીનાં થઈ જાય છે. રાજ્ય કક્ષાના પ્રધાન બનેલા એક કાર્ય કરે મદદ કરવાનું વચન આપ્યું. સમાજોપયોગી કાર્યો માટે મદદ કરીને, સહેજ પણ બદલાની આશા રાખ્યા વગર, જરા પણ ફળ ચાખ્યા વગર તે ચાલી ગઈ. એ વિચાર આવે છે ત્યારે રાજારામનનું મન અંદરથી આઠંદ કરે છે. તે આશ્રમ જ તેને માટે મદુરમની સ્મૃતિ છે. તમિલનાડુના નેતાઓ, હિંદના ઘણું ઘણ ભાગમાંથી આવતા