પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦૮ આત્માના આલાપ. આશ્રમનાં મકાનો બાંધવા માટે અને તેના વિકાસ માટે સારી એવી રામ ગ્રાન્ટમાં મળી. આશ્રમના કાર્યને વિકાસ થયો. તેમાં વધુ વર્ગો ખેલ્યા અને ઉદ્યોગોના નિષ્ણાત શિક્ષક આવ્યા. સમાજસેવાને તાલીમ આપવાની શિબિરે, સ્ત્રીઓની ઉન્નતિના વર્ગો, ગ્રામવિકાસના કાર્યકરોને દોરવણી આપવા માટેના રૂરલ તાલીમ શિબિર શરૂ કરવામાં આવી. આશ્રમમાં દાખલ થયેલા સમાજ સેવકોનું જીવન આદર્શ નમૂના રૂપ હતું. શુદ્ધ પવિત્ર ધ્યેયથી નવા સમાજ માટે સેવકે સર્જવાનું કાર્ય થયું. રાજારામનની કીર્તિ દેશમાં બધે પ્રસરી ગઈ. રાષ્ટ્રીય આંદોલન ચાલતું ન હોય તેવા શાંતિના સમયમાં પ્રજાનું ગાંધીના ધ્યેયને અનુરૂપ ઘડતર કરવામાં આવતું. હિંદુમુસ્લિમ હુલ્લડે દેશના ઉત્તર અને પૂર્વમાં થતાં મહાત્મા ગાંધીએ એકતા માટે ને આખાલી જિલ્લાના પ્રદેશમાં પદયાત્રા શરૂ કર્યાના સમાચાર રાજારામને ચિંતાપૂર્વક વાંચ્યા. તે વરસે તમિલનાડુ કેંગ્રેસની પ્રમુખની ચૂંટણી સા. ગણેશન અને કામરાજ વચ્ચે હરીફાઈ થઈ. તેમાં કામરાજ વિજયી થયા. પ્રકાશમના મંત્રી મંડળે વિદાય લીધી અને એમન્દર રેડ્ડી આવ્યા. ભારતી શાસનથી લે કાનાં હિતનાં કાર્યો થયાં. - ઓગણીસે સુડતાલીસના એપ્રિલના બીજા સપ્તાહમાં હિંદુમુસ્લિમ એકતા માટે મહમદઅલી ઝીણુ અને મહાત્મા ગાંધી બંનેએ એક સંયુક્ત જાહેરનામું બહાર પાડયું. આઝાદીને દિવસ ભારતની નજીક આવે. ઓગણીસસે સુડતાલીસના ઑગસ્ટમાં હિંદને આઝાદી મળી. આંસુ અને રક્તના સીંચનથી આઝાદી મળી હોવા છતાં હિંદ અને પાકિસ્તાન બે ભાગ થવાની અસહ્ય વેદના સાચા અને શુદ્ધ દેશભક્તોને થઈ. મદુરેમાં અને અત્યસેવાશ્રમમાં આઝાદ દિન ધામધૂમથી ઉજવવામાં આવ્યું. હજારો વરસ પછી મળેલી એ

. . ' e).