પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માને આલાપ ૨૦૯ આઝાદીને રાષ્ટ્રિય ઉત્સવ તરીકે મનાવવામાં આવી. બધે જ ત્રિરંગી વજ લહેરાતા હતા, આઝાદીના દિવસે, પોતે લીધેલી પ્રતિજ્ઞા રાજારામનને યાદ આવી. અઢાર વરસ પહેલાં યુવાનીના આવેશમાં મીનાક્ષીના મંદિરમાં તેણે અને મિત્રોએ લીધેલી તે પ્રતિજ્ઞાનું તેના પૂરતું તે હજી પણ પાલન કરવાનું હતું. દેશ આઝાદ થાય ત્યાં સુધી લગ્ન નહિ કરીએ” એવી એ દિવસે લીધેલી પ્રતિજ્ઞા બીજા માટે પૂરી થતી હતી. પરંતુ તેને માટે તે એ પ્રતિજ્ઞા હજી પણ ચાલુ જ હતી. જે મહાયજ્ઞ માટે તેઓ બધાએ ઘરબાર, સુખસાહ્યબી અને સ્વજનેને પ્રેમપાસ તજ્યાં હતાં, એ મહાયજ્ઞ પૂરે થયે હતો, પરંતુ રાજારામન પૂરત એ મહાયજ્ઞ પૂરે થવાના સમયે દિવસ અને રાત મહાયજ્ઞ જ રહ્યો. “નથી જાણતી રામા ભક્તિને માર્ગ ' – કંઠ દ્વારા અને વીણું પર ગાતી મદુરમ, જારામનની પ્રતિજ્ઞા છેડવાને સમય આવ્યો એ પહેલાં જ તે સિધાવી ગઈ. દેશને મહાયજ્ઞ પૂર્ણ થયે ત્યારે તેમાં વ્યક્તિઓની પ્રતિજ્ઞાઓ ત્યાગના યજ્ઞમાં હોમાઈ જાય છે. દેશભક્તોને મહાયજ્ઞ ફળે. ગાંધી નામના સત્યાગ્રહી મહામુનિની તપસ્યાથી સિદ્ધિ મળી. તે મહાયજ્ઞમાં કેટલાંયની અપ ઈચ્છાએ, વ્યક્તિગત અભિલાષાઓ, પરિવારનાં સુખ નાશ પામ્યાં છે. પરંતુ હિમ પીગળવાથી હિમાલયનું અસ્તિત્વ પીગળી જતું નથી, પરંતુ ગંગા જન્મે છે. જે દેશભક્તિને હિમાલય કહીએ તો આઝાદીને ગંગા કહી શકાય. રાજારામન જેવા ઘણા સુવર્ણ સરીખા નવયુવકોને ગાંધી નામના મહામુનિએ પિતાના કાર્યથી ઘેલા કર્યા હતા. આ માટે ભલે રાજારામન ગૌરવ અનુભવે; પરંતુ તેના ત્યાગમાં તેને માટે ત્યાગ કરનારને ત્યાગ ભળે જ છે. એ ત્યાગ તેને એકલાનો નથી. જીવનમાં એય ન પામનારાએ ત્યાગ કરવાની બાબતમાં એક થયા હતા. “હું છું ત્યાં સુધી તમે સંન્યાસી નહિ થઈ શકો’ મદ્રરમે કહ્યું હતું. અત્યારે મદુરમ નથી. આથી તે પ્રતિજ્ઞા છેડવાની જરૂર