પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

. . ઓગણુસસે અડતાલીસની ત્રીસમી જાન્યુઆ. રીના દિવસે પ્રાર્થના સભામાં જતાં મહાત્મા ગાંધી પર ગોળીબાર થયે, આથી તિરુવૈયા ત્યાગરાજને મદ્રમાં રાખવામાં આવેલ ઉત્સવ મોકુફ રાખવામાં આવ્ય, એ દિવસે દિલ્હીમાં સૂર્યાસ્ત પછી વ્યાપેલું અંધારું ઘણું દિવસ સુધી ભારત દેશમાં ફેલાયેલું રહ્યું. એ સમાચાર સાંભળીને રાજારામન બેભાન થઈ ગયે. એ દિવસે સવારે જ ગામથી પાછા ફરેલા પ્રહદીશ્વરને રાજારામનને ભાનમાં લાવીને ધીરજ આપી. બંને ઝરણુમાં જઈને નાહી આવ્યા. બીજે દિવસે સવારે પ્રહદીશ્વરને પોતાના પિતાની જેમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું તેલ અને પાણીથી તર્પણ કર્યું. પાણીથી તર્પણ કર્યું એમ કહેવાને બદલે આંસુથી તર્પણ કર્યું, એમ કહેવું વધુ ઉચિત છે. રાજારામને માતાપિતાનું ન કરેલું તર્પણ મહાત્મા ગાંધી માટે કર્યું. મુનિરુલપન અને ગુરુસામીએ માથે મુંડન કરાવ્યું. એ દિવસથી આશ્રમમાં સવારસાંજ પ્રાર્થના અને ભજને ચાલુ થયાં. “વૈષ્ણવ જન તે ”નું ભજન અને “રઘુપતિ રાઘવ 'ની ધૂન વણથંભી ઘણા દિવસ સુધી ચાલુ રહી. આખે દેશ શોકમય બની ગયે. ગમુનિવરના જેવું સાદગીભર્યું જીવન જીવ નાર અને ભારતની સ્વતંત્રતાને યુદ્ધમાં માર્ગ ચીંધનાર રાષ્ટ્રપિતાના જવાથી લાખે લેકની આંખે ભીની થઈ ગઈ. મહાત્મા ગાંધીના જીવનકાળ દરમિયાન ૧૫