પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૨૧૪ આત્માના આલાપ મારાં અરમાન અને સેવાપરાયણતાને કચડી નાખશે. માટે મહેરબાની કરીને મને આ માટે આગ્રહ કરશે નહિ” – રાજારામને કહ્યું, પ્રહદીશ્વરને પણ આ મતના હતા. એગણુસસે અડતાલીસના અંતમાં થયેલી પ્રમુખની ચૂંટણીમાં પટ્ટાભી સીતારામશૈયા અને પુરુષોત્તમદાસ ટંડન વચ્ચે સખત હરીફાઈ થઈ, ટંડન હાર્યા; પટ્ટાભી જીત્યા. પ્રહદીશ્વરન અને રાજારામન એ કોંગ્રેસના અધિવેશનમાં ગયા નહિ. બીજે વરસે મદ્રાસમાં કુમારસામી રાજાનું પ્રધાનમંડળ રચાયું. અખિલ કેંગ્રેસનું અધિવેશન ઓગણુસસો પચાસના સપ્ટેમ્બર મહિનામાં નાસિકમાં ભરાયું ત્યારે પ્રહદીશ્વરનનું સ્વાસણ્ય બરાબર ના હોવાથી પુદુકોઠે જઈને પરિવાર સાથે રહેવા ગયા હતા. સ્થાનિક નેતાઓ અને સહકાર્યકરોના આગ્રહને ના પાડી ન શકવાથી રાજા. રામન નાસિક કોંગ્રેસ અધિવેશનમાં ગયા. ત્યાં નાસિક કેંગ્રેસમાં ટંડન, કૃપાલાનો અને શંકરદેવ, એ ત્રણ વચ્ચે પ્રમુખપદ માટે હરીફાઈ વધતી ગઈ તેમ તેમ પક્ષમાં વધુ ને વધુ ફાટ પડતી રાજારામનને જણાઈ. તે કોંગ્રેસમાં ટંડન વિજયી થયા. જવાહરલાલ નહેરુ અને ટંડન વચ્ચે મતભેદ હોવાથી પક્ષ અને મંત્રીમંડળ વચ્ચે ઘર્ષણ થશે કે કેમ, એની બધાને ચિંતા હતી. – નાસિક કેંગ્રેસનું અધિવેશન પૂરું થતાં રાજારામન બીજા એની સાથે મદુરે ન જતાં પ્રહદીશ્વરનને મળવા માટે પુદુકે જવા ત્રિચિ ઊતર્યો. તે ત્રિચિ ઊતર્યો ત્યારે વીજળી ત્રાટકે એવા સમાચાર તેણે મળ્યા. પ્રહદીશ્વરને ગુજરી ગયાના સમાચાર જાણ્યા ત્યારે આ વાત માની શક્યો નહિ. આ સમાચાર તેને માટે અસહ્ય હતા. રાજકારણમાં આત્મિક ગુરુ અને મિત્ર એક જ સમયે ચાલ્યા ગયા હોય એવો આઘાત તેણે અનુભવ્યું. તે પુરૈ ગયે. એ કુટુંબને પ્રહદીશ્વરનના મૃત્યુથી અત્યંત મોટી ખોટ પડી હતી. પ્રહદીશ્વરનનાં પત્નીને