પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૨૨૧ પડતી ગઈ. સેકડો મહાપુરુષનાં અનન્ય ત્યાગ અને બલિદાનના પાયા પર રચાયેલી આઝાદીની ઈમારતને લૂ લાગ શરૂ થઈ ગયો, પ્રેમ, કરણ અને સત્યથી પેષાઈને સમૃદ્ધ થયેલી ભાષાઓને અન્ય પ્રાંતીય ભાષાઓ સાથે મતભેદ ઊભા થયા. રાજકારણીઓ ત્યાગની ભાવનાને વિસરી ગયા. ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારે, લેકોની સેવા કરવાનું બાજુએ મૂકીને હવે પછીની ચૂંટણીઓમાં કેવી રીતે વિજેતા થવાય, એના માર્ગો વિચારવા લાગ્યા. ગરીબાઈ, ભૂખમરો અને અજ્ઞાનતા દૂર કરવાની જે તમને આઝાદી પહેલાં હતી તે વીસરી જઈને આઝાદી મળ્યા પછી ચૂંટણીઓ કેવી રીતે જીતવી એ એક જ ધ્યેય પર આવ્યા. ઘણું વરસ પહેલાં પ્રહદીશ્વરને કહેતી એક વાત અત્યારે યાદ આવતાં ગાંધી રામનને ચિંતા થઈ. મહાત્મા ગાંધી જેવા આત્મબળ પર શ્રદ્ધા રાખનારા અને સુભાષચંદ્ર બોઝ જેવા મનોબળ અને શારીરિક બળમાં વિશ્વાસ રાખનારા નહિ હોય ત્યારે આ ભારતનું ભાવિ કેવું હશે, એની કલ્પના પણ કરી શકાતી નથી.' એ દિવસે તેમણે વ્યક્ત કર્યા મુજબની પરિસ્થિતિ આ જે જેવા મળે છે. એ શ્રદ્ધા અને વિરતાને એક બાજુએ મૂકી દીધી છે. ગાંધી અને સુભાષની સાથે એ પેઢીને અંત આવી ગયે. વચનની કિંમત સમજનાર સત્યપ્રેમી વ્યક્તિએ પણ આજે જોવા મળતી નથી! વિદ્યાર્થીઓએ રાજકારણમાં પડવું ન જોઈએ, એગાંધીએ કહ્યું હતું. પરંતુ આજે તે એકેએક પક્ષ, માછલાં પકડવા માટે પાણીમાં જાળ નાખે તેમ રાજકારણના કિનારે ઊભા રહીને કેળવણીના દરિ. યામાં જાળ નાખીને વિદ્યાર્થીઓને ખેંચી લાવે છે. શિક્ષણ વણયું છે. ગરીબ માબાપે ચિંતાતુર બન્યાં છે. દરેક ક્ષેત્રમાં શિસ્તભંગ જોવા મળે છે. વડીલોનું માન સચવાતું નથી. કારણ? કોઈ પણ