પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૨૪ આત્માના આલાપ એને રહેંસી નાખવાની દેઈ આવશ્યકતા નથી પણ તે ખપી જવાની તાલાવેલી–મને બળ લેવું જરૂરી છે – એવું મહાત્મા ગાંધીનું કથન તમારામાં મને દૃષ્ટિગોચર થાય છે. તારા આ ધર્મ, યુદ્ધમાં તું વિજયી થઈશ! તારા પર ત્રાટકેલા અધર્મ અને અત્યાચારને જરૂર નાશ થશે.” આ અંગે છાપામાં એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. વળી ભાષાની બાબતમાં ઉતાવળિયે નિર્ણય ન લેવાની તેમ જ દક્ષિણ ભારતીય લે કોની લાગણીને માન આપીને વર્તવા માટે પ્રધાનમંત્રી જોગ એક પત્ર લખે અને ભાંગફેડની પ્રવૃત્તિમાં પડેલા વિદ્યાથી. ઓને તેમ કરતાં અટકાવવા માટે એક વિનંતી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. જનતા માટે આ તેમને છેલ્લે સંદેશ હતું. આ પછી તેમણે કોઈ જાહેરનામું બહાર પાડયું નહિ, પ્રજાને અપીલ કરી નહિ, ભાષણ પણ કર્યા નહિ તેમ જ ઉપદેશ પણ આપ્યા નહિ. છે. એ દિવસે મદુરમનું શ્રાદ્ધ હતું. છેલ્લા વીસ વરસ કરતાં વધુ સમયથી શ્રાદ્ધના દિવસે નાગમંલલમ જવાને તેમને નિયમ થઈ ગયો હતે. એ દિવસે વહેલી સવારે તેઓ નાગમંગલમ ગયા. દિવસ આખે ત્યાં જ રોકાઈને સાંજે આશ્રમ પાછા ફર્યા. પાછા ફરતી વખતે વીસ વરસ કરતાં પણ વધુ સમયથી હૃદયના એક ખૂણામાં સંગ્રહી રાખેલ શોક એકાએક ઊભરાઈ આવતું હોય એવું તેમને લાગ્યું. ના આશ્રમમાં આવીને મેજ પર મૂકેલી ફાઈલ માં નોંધ કરીને સહી કરી. આશ્રમના સંચાલન કાર્ય અંગે મુત્તિરૂલપન અને ગુરૂસામી સાથે વાતચીત કરી. મંત્રી નારાયણરાવને બેલાવીને બાકી રહેલા પાના જવાબ લખાવ્યા. એ પત્યા પછી અડધે કલાક રેટિસે કાં. આશ્રમને એક છોકરે તેમને મળવા આવ્યું. તેની સાથે દશ મિનિટ વાત કરીને તેને વિદાય કર્યો. નાગમંગલમ જઈને આવ્યા પછી આવેલા વિચારે ડાયરીમાં નોંધ્યા.