પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૨૨૫ સૂતા પહેલાં નિયમ મુજબ ગીતા વાંચતી વખતે અને સૂવા જતી વખતે હૃદયમાં અસહ્ય દર્દ થયું. પાછા જઈ ખંડના ખૂણામાં મેજ પર મૂકેલી એ વીણા લઈ આવીને પિતાને દેખાય એ રીતે પથારીની પાસે આવેલી પાટલી પર મૂકી, બારીમાંથી ચાંદનીના પ્રકાશમાં પર્વતે, ઝરણાને કિનારો, વૃક્ષો, સૌંદર્ય અને શાંતિને નિહાળી રહ્યા. કલકલ વહેતા ઝરણાને નીનાદ અને જળતંરગ દરથી આવતા હોય તેમ મંદ મંદ સંભળાતા હતા. એ ચાંદની નીતરતી ત્રિમાં સૌંદર્ય અને શાંતિ તે આશ્રમની આસપાસ પથરાઈ રહ્યાં હતાં. નિસ્તબ્ધતાને અર્થવિહીન બનાવતું હોય એમ સંગીતની લહરીની જેમ પવન લહેરાતે હતે. વાદળાં વગરનું સ્વચ્છ ભૂરું આકાશ બારીમાંથી દષ્ટિગોચર થતું હતું. કયાંકથી “નથી જાણતી રામા ભક્તિને માર્ગ'- એવો સુમધુર સ્વર તેમના કાનમાં આવીને ગુંજવા લાગે ત્યારે તેમના હૃદયમાં અસહ વેદના ઊપડી. ચાંદનીની વહેલી રાતે સુશોભિત ભૂરા આકાશનું સૌભાગ્ય અને ઝરણના નિરાકાર શબ્દ અને મલયાનિલ બધાં જ જાણે સંગીતમય હેય એ તેમને અનુભવ થયો. તેઓ આ બધું નિહાળી રહ્યા હતા ત્યારે બંગડી પહેરેલા દંતશૂળ જેવો સફેદ હસ્ત આવીને એ વણ પર ફરવા લાગે. વીણાના તાર ઝણઝણું ઊઠવ્યા અને તેમના આત્માને સ્પર્શ કરીને બેલાવતા હોય એવી અનુભૂતિ તેમને થઈ. વીણાની પેલી તરફ મહાત્મા ગાંધીના ફટાની નીચે “સત્યાગ્રહ સર્વ કાળમાં એક અમોધ શસ્ત્ર છે” એ વાક્ય ઝાંખું દૃષ્ટિગોચર થયું. દષ્ટિ ક્ષીણ થતી ગઈ. શરીર ધીરે ધીરે જડવત થતું ગયું. કર્ણમાં સંભળતા આલાપ, નેમાં દષ્ટિગોચર થતો મહાત્મા ગાંધીને ફાટે ધીરે ધીરે હૃદયમાં ઓગળવા લાગે,