પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૩૦ આત્માના આલાપ એ પેઢીની સ્મૃતિ તરીકે આજની પેઢી માટે એ વસ્તુઓ અમૂલ્ય હતી. “ફરી ભારતમાતાના વદન પર સ્મિત ફરકે એ માટે આવા મહાયજ્ઞમાં શ્રદ્ધા ધરાવનારાઓની જરૂર છે. હિમ પીગળવાથી હિમાલયને નાશ થયો નથી, થશે પણ નહિ, પરંતુ ગંગાનું અવતરણ થશે. જે ધરતી પર વરસાદનાં ફેર પડી ગંગાનું સ્વરૂપ ધારણ કરશે એ ધરતી સમૃદ્ધ થશે. ગત કાળના મહાત્માઓના ત્યાગ આ ભારતની પવિત્ર ભૂમિને રસાળ બનાવશે જેથી આવતી પેઢી સમૃદ્ધ બને, એવી પ્રાર્થના સાથે હું આશ્રમમાંથી નીકળે. આ કથા વાંચીને પણ વાચકેના અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરે, એવી મારી હૃદયની શુભેચછા. ચાર મહિના પછી આ કથા પુસ્તકરૂપ છપાઈ ગઈ. પુસ્તકની પ્રથમ નકલ લઈને હું ફરી આશ્રમમાં ગયો. “આત્માના આલાપ” પુસ્તકની પ્રથમ નકલ મહાનુભાવ ગાંધીરામનના ખંડમાં મદુરમની વીણાની પાસે મૂકવાથી એ તેમને આપણ ને ભાવ મારા મનમાં ઉદ્દભવે. મારી ઈચ્છા પણ એ જ હતી. મેં જ પુસ્તક મહાનુભાવ ગાંધીરામનને અર્પણ કર્યું ત્યારે એ વીણામાં સુષુપ્ત રહેલા બધા આલાપ તેમાંથી ઉદ્ભવીને મારા કાનમાં ગુંજી ઊઠયા હેય, એવો ન ભાસ મને થશે. આ કથામાં કોઈના આત્માના સભળાયા વગરનાં બાકી રહી ગયેલા આલાપ સાંભળતે હેઉં એ નવો ભાવ તે હતે. જેમના આત્માના આલાપની આ કથા છે તેને મને ગાંધીરામનને આ પુસ્તક સમર્પણ કર્યાના આનંદની તૃપ્તિ એ વખતે મેં અનુભવી. એ આલાપને જન્મ આપનાર એ વીણાની નિદ્રાવસ્થાની પાસે ... પુસ્તક પડેલું જોઈને મારી પાંપણે મટકું મારવાનું ભૂલી જઈને ચેડા સમય માટે સ્થિર થઈ ગઈ. મારી આંખ ભીની થઈ ગઈ. ' , ' ' સમાપ્ત