પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ નિસ્તબ્ધતા જણાઈ. હડતાલને લીધે દુકાને બંધ હતી. રસ્તાઓ સમસામ હતા. બધી દુકાને બંધ હોવાથી મહામુસીબતે માળીના ઘરનું સરનામું મેળવીને હું તેને ત્યાં પહોંચ્યા. ત્યાં ઊભા રહીને ગુલાબને હાર બનાવડાવીને મેં ખરી, તે નેતા જીવંત હતા ત્યારે ગુલાબને કે બીજાં કેઈ પણ ફૂલેને હાર લઈને આશ્રમમાં જવાની કોઈની હિંમત ચાલતી નહિ. “ભારતમાતાને દરરોજ પહેરાવવા માટે મેં અહીં પંદરસે ગુલાબના રોપાઓ રેપ્યા છે – એમ તેઓ પોતાના આશ્રમના વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ માટે વારંવાર કહેતા. એકેએક આશ્રમવાસી, એને ગુલાબના રોપાઓ તરીકે કાવ્યમય ભાષામાં વારંવાર ઓળખાવતા ત્યારે હું અત્યંત આશ્ચર્ય પામતે. આજે પહેલી જ વાર હું તેમને પહેરાવવા માટે હિંમત સાથે ગુલાબને હાર લઈને જાઉં છું. પછાત કામનાં શિક્ષણ અને જીવનવિકાસમાં સતત રચ્યાપચ્યા રહેતા એ નેતાને કોઈ હાર પહેરાવે છે તેમનું સન્માન કરે એ પ્રત્યે તેમની નાપસંદગી વ્યક્ત કરતા. હારની પાછળ થતા ખર્ચના પૈસા તેઓ પછાત કેમનાં બાળકોના શિક્ષણફાળામાં આપવાની હમેશાં માગણી કરતા. મદુરથી સેવાશ્રમ સુધીના આખા માર્ગમાં માનવ મહેરામણ. ઊભરાયો હતો. કેઈ પગપાળા, કઈ કારમાં, કઈ જીપમાં તે કઈ બસમાં મૌન ધારણ કરી જતા હતા. બધાનાં અંગરખાં પર કાળી પટ્ટી, ચહેરા પર શેકની ઘેરી લાગણ–જાણે બધાં દુઃખમાં ડૂબી ગયાં. હોય એવું લાગતું હતું. આશ્રમની બહાર કાર ઊભી રાખીને, હાર હાથમાં લઈને હું અંદર દાખલ થયે. ત્યાંનું શાકમય વાતાવરણ જોઈને મને પણ રડવું આવી જશે, એમ લાગ્યું. યુવાન વિદ્યાર્થી . વિદ્યાર્થિનીઓ વડની નીચે ટેળે વળી ઊભાં હતાં. લાગણીવશ બનીને કેટલાંકને ડુસકે ને ડુસકે રડતાં જોયાં. પ્રેમની લાગણુથી માણસ નાને બાળક બની જાય છે, એ જોઈને હું કવિત થઈ ગયે. આટલી