પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૨૨ આમાના આલાપ ઝઝૂમેલાઓને સમય અને આઝાદી મેળવનારાઓને સમય એ બંનેને આ મહાકાવ્યમાં સમનવય થાય છે. તેમની જે વાતેથી દુનિયા અનભિજ્ઞ છે એવી વાતે અને તેમને ત્યાગી બનવાની પ્રેરણા આપનાર બીજા એક ત્યાગીની વાત મહાનુભાવના જીવનચરિત્રને આ મહાકાવ્યથી પ્રકાશમાં આવશે. તેમને જ સ્વમુખે કહેવાતી શેલીને પટ પામેલું આ જીવનચરિત્ર એક નવલકથા કરતાં વધુ રૂચિકર થશે. તમે ગમે તે દૃષ્ટિથી વાંચશે તે પણ જીવનચરિત્રની શૈિલીમાં લખવા કરતાં વાર્તારૂપે લખું એ મને વધુ ઉચિત લાગ્યું. મહાનુભાવે તેમના સમસ્ત જીવન દરમ્યાન કેઈના પ્રત્યે તિરસ્કાર કર્યો નથી. તેમ જ કેઈનું બૂરું કર્યું નથી, આથી એક સમયે તેમનું જીવનમાં અહિત કરનારાઓ માટે પણ કડક ભાષા ન વાપરવી જોઈએ. આ જીવનચરિત્ર વાર્તાની શૈલીમાં લખવાનું આ પણ એક કારણ છે. “ આજે અસંખ્ય માણસ માટે આભાર માને છે ત્યારે જેણે મારા જીવનને વળાંક આવે તેને વળતે આભાર માનું છું.” એ શબ્દ તેમણે વારંવાર વાપર્યા હતા. એવા મહાનુભાવની આ કથા છે. એક સદીના સાક્ષી એવા સત્ય, નિષ્ઠામય જીવન જીવી ગયેલાનું જીવનચરિત્ર લખવામાં મારે મારી સમસ્ત શક્તિ ખચી નાખવી જોઈએ, સાંજના સમયે સેવાશ્રમમાં પ્રેમાળ વિદ્યાથીઓ સાથે ગેષ્ઠિ કરતા હતા એ મહાકાય વડલાની નીચે બેસીને આ વાતની શરૂઆત કરું છું. આ માટે મદ્રાસ જઈ, ત્યાં થોડાક દિવસ રહી, પછી એક મહિનાની રજ લઈને ફરી અહીં આવ્યા. .* .. - ?*