પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ - ૨૫ અણીદાર નાકની નીચે દેખાતા રતૂમડા અને પિસાતા હેઠ કઈ પણ કામ પૂરું કરવાની તેની દૃઢતા વ્યક્ત કરતા હતા. પશ્ચિમના ગેપુરમ પાસે આવેલી ફંડની ઑફિસમાંથી બારના ટકારા સંભળાયા. રાજારામન આગળ શું બોલે છે, એની રાહ જોઈ રહેલા બધાએ તેની સામે જોયું. રાજારામન સિવાય બીજ ચારમાંથી એક મુત્તિલપન શાળાને શિક્ષક હતા. ગુરુસામીની પાંડિય વેલાર શેરીમાં દરજીની દુકાન હતી. સુંદરરાજન અને પળનિવાંડિ એ બંને કોલેજના વિદ્યાથીએ હતા. રાજારામન પણ થોડાક મહિના પહેલાં કોલેજમાં તેમને સહપાઠી હતે. દેશનો સાદ સાંભળીને તેણે કૅલેજને તિલાંજલી આપ્યા ને બહુ દિવસે થયા ન હતા. એફ. એ.ના બીજા વરસમાંથી અભ્યાસ મૂકી દઈને તે દેશસેવાના યજ્ઞમાં જોડાયો, એ તેની માને પસંદ પડયું ન હતું. ભરજુવાનીમાં વિધવા બનેલ તેની મા પિતાના એકને એક કુળદીપકને તેનું મન દુભાય એ ઠપકે આપવા સમર્થ ન હતી. “રાજા, તારે કોલેજ છોડી દેવી જોઈતી ન હતી’ કહી તેની માએ કોલેજને અભ્યાસ મૂકી દેવા બદલ દુઃખ વ્યક્ત કર્યું ત્યારે એક બાળકને જન્મ આપનારી તું આવી ચિંતા કરે છે, તે મા ! કરોડને જન્મ આપનારી જનેતાને કેટલું દુઃખ થતું હશે, અને તે વિચાર કર્યો છે?” એ જવાબ તેણે આપ્યા હતા. આને જવાબ મા દીકરાને આપી શકી નહિ. તેણે દીકરાને એના રસ્તે જવા દીધા. રાજારામનને અનુસરીને કોલેજના અભ્યાસને તિલાંજલી આપવાનું વચન આપનાર સુંદરરાજન અને પળનિયડિ બંનેએ કૅલેજને ત્યાગ કર્યો નહિ. સ્વદેશીમિત્રને છાપું વાળીને મૂકતાં રાજારામને તે બંને તરફ જોઈને પૂછયું, “તમે બંને કયારે કૅલેજ છોડવાના છે? તે બંનેએ એકબીજાની સામે જોયું. સુંદરરાજને પ્રથમ જવાબ આપતાં