પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ સમય સુધી તેને ઊંઘ આવી નહિ. સવારે તેની આંખ સહેજ મીંચાઈ ગઈ. તે દિવસે વહેલી સવારે ઊઠીને મેલૂર જઈ આવવાને તેને વિચાર હતો. પકડાઈને જેલમાં જવાથી માને ભાગિયા તરફથી મળતા પૈસા અટકી ન જાય, એમ તે ઈચ્છતો હતે. તેને જેલમાં જવાની તેમ જ બીજી કોઈ માહિતી તેની માને ન હતી. “ જરૂર પડે ત્યારે મદુરે આવીને માને પૈસા આપી જવાનું તેમ જ પતે કેટલાક દિવસ ગામમાં નથી – એટલું ભાગિયાને કહેવું પૂરતું છે. તેની આંખ ખૂલી ત્યારે, ગઈ કાલની જેમ આજે પણ પગ પર ફૂલની કરમાયેલો વૈણું તેણે જઈ. તેને અસહ્ય ગુસે આવે. તેના ગુસ્સાને શાંત પાડતા હોય તેમ વિણના સુમધુર સૂર સંભળાવા લાગ્યા. એ જ સુમધુર સુવાસ હતી, પરંતુ આજે વેણું કળીઓની હતી. તેથી આગલા દિવસના મેગરા કરતાં વધુ કરમાયેલી હતી. બા જુના મેડા પરથી સવારના પહેરમાં માથામાંથી કાઢીને જાતજાતનાં ફૂલોની વેણું ફેંકનારને પકડી પાડવી જોઈએ અને ઠપકો આપ જોઈએ, તેને થયું. પરંતુ બીજી જ પળે “જવાદે ને, શા માટે આપણે આ પંચાતમાં પડવું ? કાલથી મેડા પર સૂવાનું બંધ કરી નાખ અથવા બીજી તરફ પગ લાંબા કરીને સૂઈ જા” વિચારી તેણે ઠપકે આપવાનો વિચાર માંડી વાળ્ય. સહાગરાત ઉજવાતા ખંડમાંથી આમ એક પણ દિવસ ચૂક્યા વગર વાંચનાલયના ધાબા પર કરમાયેલાં ની વેણુ આવીને પડયા કરે તે અહીં આવ. નારાઓ મારે માટે શું ધારશે, એવો વિચાર આવતાં તેના ગુસ્સાને પાર રહ્યો નહિ.. બાજુના મેડા પર રહેનારીના નામથી અજાણ હેવાથી એ અપ્સરાને કેવી રીતે બૂમ પાડીને બોલાવવી, એ તેને મૂંઝવણ થઈ. તાળી પાડીને તેનું ધ્યાન ખેંચવા સિવાય બીજે ઈ માગ તેને - સૂઝયો નહિ, પરંતુ આટલી સુંદર સુમધુર વીણા વગાડનારને તાળી