પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ૪ બીજે દિવસે હે ફાટતાં પહેલાં રાજારામન ઊઠી નાહીને તૈયાર થઈ ગયે, સત્યાગ્રહ કર્યા પછી જ પકડાવા ઈચ્છતા હોવાથી ઘરમાંથી સાવચેતીપૂર્વક બહાર નીકળવાની તેને જરૂર હતી. બધા મિત્રોએ ગાય મંડપની સભામાં મંદિરની આગળ ચેકમાં નવ વાગે મળવાનું નક્કી કર્યું હતું. ઘેરથી પહેલાં પશ્ચિમના ગેપુરમના દ્વારમાં થઈને મંદિરમાં દાખલ થઈએ તે મંદિરમાંથી ચોક પાસે જવું સરળ છે. તે જે કાર્ય કરવા નીકળ્યો હતોએ કાર્યની સફળતા માટે તેની મા આશીર્વાદ આપશે નહિ, એમ સમજીને સમસ્ત મની માતા મીનાક્ષીઅમ્મનના આશીવંદ લઈને તે જવા ઇચ્છતા હતે. આથી હે ફાટતાં પહેલાં તે નીકળ્યા. ત્યાં તે મા વચ્ચે આવીને ઊભી રહી. “ક્યાં જાય છે, ભાઈ ?' “મંદિરે જાઉં...” રાજારામનનું આ કથન અત્યાર પૂરતું ખોટું ન હતું. તેના હૃદયમાં દેશ અને મંદિર બંનેને સ્થાન હતું. તે એ બંનેની આરાધના કરે છે. તે બન્નેને ગૌરવપૂર્વક વંદન કરે છે. સાચવીને જજે.' મંદિરમાં આવેલા પેટ્રારે તળાવમાં હાથપગ ધોઈને રાજારામના મંદિરની આગળના ચેકમાં પ્રવેશ્યા ત્યારે અંદરથી સામે આવતી એક યુવતીને જોઈને તે અચકાઈને એક પળ માટે થંભી ગયે, તે યુવતીના અધર પર સ્મિત ફરકી ગયું. મંદિરમાં