પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આમાના આલાપ જતા હતા. ત્યારે એક નંબરની શેરીની આ બલા સામે મળી, એથી તેને મનમાં દુઃખ થયું. તેની બાજુમાં આવે છે એ તેની મા હોવી જોઈએ, યુવતીએ માને કાનમાં ધીરેથી કાંઈક કહ્યું, એ તરફ રાજારામનનું ધ્યાન ગયું, સનીએ તે યુવતીનું નામ મધુરમ જણાવ્યું હતું એ તેને યાદ આવ્યું. મનમાં મલકાઈને તે આગળ વધે. ચાલતાં ચાલતાં એકાએક તેણે પાછળ ફરીને જોયું તે એ પણ પાછળ ફરીને તેને જોતી ઊભી હતી. એ વખતની તેની દષ્ટિ તે ભૂલી શક્યો નહિ. એ આમ જોઈ રહી હતી એ બદલ રાજારામનને તેના પર ગુસ્સો પણ આવ્યા. ત્યાંથી મંદિરમાં અમ્મનની મૂર્તિ પાસે પણ મદુરમને જોઈ. કોઈ એક અભિષેક કરવા માટે કળશ શણગારીને પૂજારીએ મંત્રોચ્ચાર કરતા હતા. તે અને તેની મા સહેજ આઘાં બેઠાં હતાં. તેણે કળશ અભિષેક કરાવવાની માનતા માની હોવી જોઈએ. બધી આંગળીઓમાં વીંટીઓ પહેરીને અને સુવર્ણને પાતળી શેરને ચકચકને અછાડે છાતી પર લટકતે રાખેલા એક ગૃહસ્થ તેની બીજી તરફ બેઠા હતા. દર્શન કર્યા પછી રાજારામનને પૂરતે સમય હતે. તે ફરી ચેકમાં આવ્યા અને કિળિમંડપની પાસે આવેલ તળાવના કિનારે પલાંઠી વાળીને બેઠે. - સવારે તે કાંઈ પણ ખાધા વગર આવ્યો હતો. તેને ભૂખ લાગી હતી. મંદિર જવાનું કહીને તે નીકળ્યા હતા તેથી તેની માએ તેને જમવા માટે આગ્રહ કર્યો ન હતે. શુભ કાર્યો ઉપવાસ કરીને જ કરવાં જોઈએ. એથી શ્રદ્ધા પ્રગટ થાય છે – એમ કહીને આપણા પૂર્વજોએ વ્રત અને તપસ્યા વખતે ઉપવાસનું મહત્વ વધાર્યું છે. આજ ના જમાનામાં સ્વદેશી પ્રત્યેની ભાવના એ જ મોટું વ્રત છે એવો વિચાર આવતાં તે ભૂખ્યો રહી શક્યો હતો.