પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ४७ સમય અત્યંત મંદ ગતિએ પસાર થતા હતા. મંડપને પાંજ રામાં પુરાયેલા પિપટોને સુમધુર અવાજ તેણે થોડો સમય સાંભળ્યા પણ નવેક વાગે તે ત્યાંથી પૂર્વ માં અમનના ચેકમાં આવ્યા. કાપડની દુકાને ઊઘડવી શરૂ થઈ ગઈ હતી. પિકેટિંગ કરવા આવવા માટે બાર મિત્રોએ વચન આપ્યું હતું, પરંતુ આવ્યા હતા તે ત્રણ જ. બાકીનાઓએ ડરીને અગર મુત્તિરલ પન અને ગુરસામીની ધરપકડ ડના સમાચાર સાંભળીને પાછી પાની કરી હતી. તેને અને એ ત્રણે મિત્રોને નારિયેળની દુકાનવાળા ધારી ધારીને જેતે હતો. જે વધુ સમય રાહ જોઈશ તે આ ત્રણે જણ પલાયન થઈ જશે, એવી શંકા રાજારામનને મનમાં ઉત્પન્ન થઈ. આથી બીજાઓને આવવાની રાહ જોયા વગર જ પિકટિંગ શરૂ કરવાનું તેણે નકકી કર્યું. ‘વંદેમાતરમ ! મહાત્મા ગાંધીજીનો જય !' તે ચારેય જણાએ એક સાથે મોટેથી સૂત્રો પોકાર્યા અને કાપડની દુકાનના બારણું આગળ હાથ જોડીને ઊભા રહ્યા, દુકાનદાર બૂમબરાડા પાડવા લાગે. તમારી સાથે અમારે કઈ વાત કરવાની નથી. પરદેશી કાપડ ખરીદવા આવનારાઓને અમારે જે કાંઈ કહેવાનું છે, એ અમે આ રીતે કહીએ છીએ' રાજારામને કહ્યું. ત્યાં છે કે એકઠાં થઈ ગયાં. દુકાનમાં કાપડ ખરીદવા આવેલા એકાદ બે ધરાક પાછા ચાલ્યા ગયા. આથી દુકાનદાર ગુસ્સે ભરાયે. તેણે કાળવાસલ પોલીસ ચેકીએ ખબર આપવાની ધમકી આપી રાજારામને દુકાનનાં પગથિયાં આગળ આડે સૂઈ ગયા. પોલીસ ચેકીએ ખબર આપવા જનાર માણસને તેની છાતી પર પગ મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. તે માણસ તેમ કરતાં અચકાયે. - “ અહીંથી જાને કુતરા !' આવા તુચ્છ શબદથી દુકાનદારે તે માણસને ધૂતકારી કાઢો. રાજારામનને ઓળંગીને જતાં તે માણસને • -