પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આત્માના આલાપ ૫૧. પ્રેરણા આપનાર આ મહાન ગાંધીજી જ છે. બૅરિસ્ટર બનીને વકી. લાતની કમાણમાં મળતા હજાર રૂપિયાને લાત મારીને, દેશની સેવા કરવા માટે ઢીંચણ સુધીનું એક કપડું ધારણ કરીને નીકળી પડ્યા છે, તે જુઓને !' આ વાત કરતાં તેમની આંખ ભીની થઈ ગઈ. લાંબી પડાળી જેવા ઓરડામાં “સી” વર્ગના દશથી વધુ રાજ કીય કેદીઓને પૂરવામાં આવતા હતા. ગીતાવાળા તે મિત્રનું નામ પુદ્દે પ્રહદીશ્વરન હતું. તેઓ કલકત્તા કેંગ્રેસમાં પણ જઈ આવ્યા. હતા. તેમણે ઓગણીસે અઠ્ઠાવીસમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનનું કરેલું વર્ણન સાંભળીને રાજારામન અત્યંત પ્રભાવિત થયે. કલકત્તા કોંગ્રેસ સેવાદળના મુખ્ય વ્યવસ્થાપક સુભાષચંદ્ર બોઝે લકરી ગણવેશ પહેર્યો ત્યારે તે કેવા ગંભીર દેખાતા હતા, એનું વર્ણન તેમણે કર્યું તે સાંભળીને તેનાં રુવાટાં ઊભાં થઈ ગયાં. વીરતા અને યૌવનથી ઊભરાતા તેમના વદનની કલ્પના કરીને તે હર્ષઘેલા થઈ ગયો. તેમ જ સંપૂર્ણ આઝાદીની માગણી કરતા ઠરાવ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે રજૂ કર્યો હતે, એ અંગે પણ વિગતવાર તેમણે સમજાવ્યું. જાણે વાર્તા સાંભળતા હોય તેમ બધા પ્રદીશ્વરનને વીંટળાઈને બેઠા હતા. રાજારામને તેમને લાહેર કેંગ્રેસની વિગતવાર વાત કરવા કહ્યું. ઓગણસો ઓગણત્રીસમાં લાહોર કોંગ્રેસમાં હું જઈ શક્યો ન હતું. તે સમયે જ મારી પત્ની બીજી સુવાવડ પછી ખૂબ જ નખાઈ ગઈ હતી. તેના જીવન-મરણને પ્રશ્ન હતું. એથી હું જઈ શક્યો નહિ.” દુઃખ વ્યક્ત કરતાં પ્રહદીશ્વરને જણાવ્યું. જેટલી ચિંતા પરિવાર માટે છે એટલી જ ચિંતા દેશ માટે કરનાર આ શુદ્ધ દેશ. ભકતના કેમળ હદયનું સર્જન કરનાર તિળક અને ગાંધીજી કેટલા