પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૫૩ સુબ્રહ્મણ્ય ભારતીયારનું સ્વતંત્રતાનું ગીત સુમધુર કંઠે ભાવપૂર્વક ગાતા હતા. સત્યને ખાતર સત્યાગ્રહ કરીને જેલમાં આવેલા દરેક પિતાની સત્યની પ્રતીતિ થયેલી જોઈને ગૌરવ અનુભવતા. જેલ તેમને તપાવન જેવી જણાતી. પેટે મુત્તરગ મુદલિયારનું “નાલાયિરમ દિવ્ય પ્રબંદમ' પરનું પ્રવચન, પ્રહદીશ્વરનના ગીતા પરના વર્ગ અને રાજારામનના સુબ્રહ્મણ્ય ભારતીયારનાં ગીતે વર્ગ – બધા વર્ગો સાંજે ચાલતા હતા. એ વર્ગો બધા સત્યાગ્રહીઓને ઉત્સાહિત બનાવતા હતા. વદેમાતરમનું ગીત તેઓ ગાતા ત્યારે તેમનામાં એક નવું જોમ પેદા થતું હતું. વેલૂરની જેલમાં આવ્યાના એક અઠવાડિયામાં તેની માના કહેવાથી સેનીએ લખેલે પત્ર રાજારામનને મળે. એ પત્ર પરથી મા અત્યંત ગભરાઈ ગઈ છે, એવા અનુમાન પર તે આવ્યું. ત્યાર પછી પણ માના કહેવાથી સનીએ લખેલા એકાદબે પત્રો દરમહિને અચૂક તેને મળતા. આમ જોતજોતામાં પાંચછ મહિના પસાર થઈ ગયા. તેને જેલ કેઠે પડી ગઈ. ખડબચડી જમીન પર પાથરેલા કંતાન પર સુવા માટે તે ટેવાઈ ગયે. તેનું જેલજીવન આશ્રમના જીવન જેવું થઈ ગયું. મરેથી એ મહિનામાં આવી જેતે પત્ર નિયત તારીખ સુધીમાં આવ્યું નહિ, બે દિવસ પછી તેની પતે જ વેલૂરની જેલમાં આવ્યા. પિતે તેને પેરેલ પર છોડાવવાની વ્યવસ્થા કરી દેવાનું રાજારામનને જણાવ્યું. રાજારામને પેરોલ પર છૂટવાનું કારણ પૂછયું : માની હાલત ગંભીર છે. બેત્રણ દિવસ માંડ કાઢશે' ચિંતાતુર સાદે સોનીએ કહ્યું. પરેલ પર છૂટવા રાજારામન ઈરછત ન હતો. થોડા દિવસ પહેલાં પેદે મજુરગ મુદલિયારની માના મૃત્યુના સમાચાર વેલૂરની

  • બાર આલવારોએ વિષ્ણુ સ્તંત્રને રચેલ ચાર હજાર કને ગ્રંથ.