પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૫૪ આત્માના આલાપ જેલમાં આવ્યા ત્યારે બધા સત્યાગ્રહીઓએ પેરેલ પર છૂટીને ઘેર જઈ આવવા તેમને આગ્રહ કર્યો હતો. પણ તેમણે પેરોલ પર છૂટવાની ના પાડી હતી. પિતાના પરિવારના પ્રેમપાશને કારણે તેઓ મામની આઝાદીનું કાર્ય એક ઘડી પણ થંભાવવા ઇરછતા ન હતા. પેરેલા પર છૂટવાની બધી વ્યવસ્થા કરીને આવેલા સેનીને રાજારામને પેરેલા પર છૂટવાની ના પાડી. સોનીએ તેને ઘણો આગ્રહ કર્યો. પણ તેણે તેમની વાતને સ્વીકાર કર્યો નહિ. જતાં પહેલાં સનીએ, “પેલી છેકરી મદુરમને કાંઈ કહેવાનું છે ?” પૂછયું ત્યારે પહેલાં તે તે કેને વિષે વાત કરે છે, એ ખ્યાલ આવ્યો નહિ. ડી વાર પછી ખ્યાલ આવતાં તેને ગુસ્સો આવ્યો, “શું તમેય સોની મહાશય! એક નંબરની શેરીમાં રહેનારી માટે આવી વાત કરે છે? હું તેને શા માટે સંદેશો કહેવડાવું અને શે કહેવડાવું ?” રાજારામને કડવાશથી પૂછયું. પરંતુ સોનીના ગયા પછી “જેની સાથે આપણને કોઈ સંબંધ ન હોય તેને માટે સંદેશ છે?”– એવું તેમણે શા માટે પૂછયું, એ ન સમજાતાં એ અંગે તેણે ઘણું સમય સુધી વિચાર કર્યો, પણ તે કઈ અનુમાન પર આવી શક્યો નહિ. સૂર્યના પ્રકાશમાં ચમકતી એની ચૂની, સ્મિત ફરકી ગયેલા એના અધર અને મનોહર એનું વદન તથા નેત્ર, વિષ્ણુને નાદ, સુમધુર કંઠ ધીરે ધીરે તેને યાદ આવી ગયાં. આ બાબતમાં મને શા માટે પૂછે છે?” ઘણા સમય સુધી આ વિચારતંદ્રામાંથી તે બહાર આવી શક્યો નહિ. મીનાક્ષીના મંદિરના દરવાજા આગળથી હું પકડાય ત્યારે તેમ જ એ પહેલાં મંદિરની અંદર તેણે પિતાને જોયું હતું, એ એને અત્યારે - યાદ આવ્યું. સેની આવ્યા પછી જે ઉતાવળે ગયા તે ઉતાવળને લીધે

: '

,