પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

પ૮ આત્માનો આલાપ શક્યો હોત. હવે મેં ન જોઈ શકે એવો તું બિચારો બની ગયે...” પ્રહદીશ્વરને કહ્યું. “ઉત્તરક્રિયા કરવી પડશે ને ? પેરોલ પર છૂટવું છે ?' ના, નથી છૂટવું. હું જઈશ તે પણ તે હવે પાછી નહિ આવે – રાજારામને કહ્યું. બોલતાં બોલતાં તેનું ગળું ભરાઈ આવ્યું. નેત્રો ભીનાં થઈ ગયાં. મહામહેનતે તે રુદન ખાળી રહ્યો છે એ પ્રહદીશ્વરને જોયું. તે આખે દિવસ રાજારામને ખાધું નહિ. કોઈની સાથે બોલ્યો નહિ. પ્રહદીશ્વરને તેને ઘણું આશ્વાસન આપ્યું. બીજે દિવસે તેમના અત્યંત આગ્રહ પછી તેણે કહેવા પૂરતું જ ખાધું. સમય જતાં તેનું મન શાંત પડતું ગયું. એક અઠવાડિયા પછી તેની ફરી મળવા આવી ગયા. સમય વહી ગયે.