પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

આમાના આલાપ હતી. પરંતુ અત્યારે આ વિકાસ જોઈને તેને નવાઈ લાગી. બધા મિત્રોએ ઉત્સાહપૂર્વક તેને આવકાર્યો. એક સોની સિવાયના બીજાઓ તેને અત્યારે જ જોતા હતા તેથી તેની મા ગુજરી ગયા બદલ ખેદ વ્યકત કરવામાં થોડો સમય ગયે. દુઃખની વાત નીકળતાં ત્યાંનું આનંદમય વાતાવરણ શોકમાં બદલાઈ ગયું, “ભાઈ, તને પેરોલ પર છોડાવવા આવ્યા ત્યારે આવ્યા હેત ? માનું દિલ દુભાવવું જોઈતું હતું. મેં ઘેર પાછા આવીને “મા, તમારો દીકરો પેરોલ પર છૂટવાની ના પાડે છે ” એમ કહ્યું નહોતું. “જેલવાળા છેડવાની ના પાડે છે એમ જૂઠું કહ્યું હતું, જે ખરી વાત કહી હતી તે તે વધુ દુઃખી થાત. તે ગાંધીને સોંપવા માટે જ મેં દીકરાને જન્મ આપ્યો હતો, મને અગ્નિદાહ દેવા માટે નહિ.” એટલા શબ્દો બોલીને તે સ્વધામ પહોંચી ગયાં.. બિચારાં....' આમ સનીને માની વાત શરૂ કરતા જઈને શું બોલવું એ ન સમજાતાં રાજારામનની આંખો ભીની થઈ ગઈ. થોડો સમય કઈ બેલ્યું નહિ. ત્યાં મૌન પ્રસરી ગયું. - મુતિરુલપન, ગુરુસામી અને સોની સિવાયના બીજા બધા વિદાય લઈને જવા તૈયાર થયા. ત્યાં પ્રસરેલ દુઃખદ વાતાવરણમાં વાણીથી વિદાય લેવાને બદલે એકબીજાને ઇશારા કરીને તેઓએ વિદાય લીધી. બાકી રહેલા ત્રણેને એકબીજા સાથે ઘણું વાત કર વાની હોવા છતાં ત્યાં ઘણે સમય માન રહ્યું. રાજારામન હજી સ્વસ્થ થયા ન હતા. તે સ્વસ્થ થઈને વાતની શરૂઆત ન કરે. ત્યાં સુધી બીજઓએ મૌન સેવ્યું. થોડી વાર પછી રાજારામને જ માથું ઊંચું કરી મુત્તિસુલપનને પૂછયું, “તમને ખૂબ દુઃખ પડ્યું હશે. નોકરી પણ ગઈ હશે. મહિ નાઓ સુધી તમે જેલમાં રહ્યા. ઘરની સંભાળ કેણ લેશે, એની. ચિંતા તમને સતાવતી હશે ?'