પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સ્નેહની કયારીમાં સમર્પણનું ગુલાબ . [૧] પ્રેમના થાળમાં ભક્તિની પૂજા આરતીના દીવા જેવી હોય છે. જે પૂજા કરે અને જેની પૂજા કરવામાં આવે તે બંનેની ઉપર તેને પ્રકાશ સરખું જ પડે છે. આ નવલકથામાં નાયિકા મદુરમ અને નાયક રાજારામને પ્રેમને આ મહિમાની પ્રતીતિ કરાવે છે. આમ તે તેનું નામ મદુરવલ્લી, પરંતુ તે પ્રીતિપાત્ર તે “મદુરમ' નામે બની. તે અત્યંત લાવણ્યવંતી હતી, કુન્દન સમાન કાંતિ, કુમુદ સમાન મળતા અને કૌમુદિની સમાન રમ્યતા તેને વર્યા હતાં. પંક અને પંકજ જે તેને ઉદ્દગમ હતો. તેનું ગોત્ર હતું ગાંધારી, સંગીત છેડી ખુશીને વિક્રય કરવો, પરંતુ સંસ્કાર પ્રેમની પુનિત ગંગા સમાન તે હતી. મદુરમની પ્રેમપૂજા પામનાર રાજારામનના હૈયે વસી હતી કેવળ એક જ તમન્ના : ગાંધીજી પ્રેરિત દેશસેવાના માર્ગને અનુસરવું. તે પોતાની જનેતાને એકને એક દીકરે, છતાં માતાની મમતાને તે પાઠવે છે: “મારા જેવા એક દીકરાની તું માતા, પણ અનેક દીકરાઓની બીજી એક માતા, ભારત માતા...!” કેવળ એક જ ધૂનને વરેલા યુવાને સ્વભાવ અને વર્તને કોપરાના બહારના પડ જેવા ખરબચડા અને બરછટ બની જાય છે. રાજારામનના વ્યક્તિત્વને ફૂલ જેવું કમળ અને પીંછા જેવું સુંવાળું રાખવાનું પરિ. બળ કેવળ મદુરમ બને છે. આ નવલક્થાની વસ્તુ-સામગ્રીને સમજવા રંગભૂમિને આશ્રય લેવામાં આવે તે સ્વાતંત્ર્યની કડીબદ્ધ તવારિખેની પશ્ચાત ભૂમિકા રચાઈ જાય છે, બાકી કથાના રંગમંચ પર ખડું થતું વાતાવરાણુ

  • .

. . .