પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

७६ આત્માના આલાપ સહાનુભૂતિપૂર્વક તેની સાથે વાત કરી. કેટલાક જાણતા હતા તેમણે તેની માના મરણ વિષે પૂછયું. હવે શી ચિંતા છે ? આપણે સુભાષ બેઝમીટિંગમાં આવી ગયે છે!” – એક કાર્યકરે મશ્કરી કરતાં તેને આવકાર આપે, સ્થાનિક કાર્યકર્તાઓ તેની પ્રચંડ કાયા અને ગંભીર મુખમુદ્રા પરથી તેને “મરના બેઝ” નામે બોલાવતા હતા. સફેદ ખાદીની ટોપી પહેરીને બધાને આવેલા જોઈને રાજારામનને લાગ્યું કે તે બધા પવિત્ર ફરજનો ભાર વહન કરવાની તૈયારી સાથે આવ્યા છે. “સરઘસની વ્યવસ્થા કરવાનું અને અધિવેશનની દેખરેખ રાખવી, સ્વયંસેવકોની જવાબદારી સંભાળવાની સર્વ જવાબદારી રાજારામનને સેવાને ઠરાવ જોસફ સરે મૂક્યો. બીજાઓએ તેને માન્ય રાખે. સરઘસ અને અધિવેશન માટે દરેક શક્ય ફાળે ઉઘરાવે – ઠરાવ પસાર થયે. ખાદીના પ્રચાર કાર્યમાં જોડાઈ જવાની અને તેમાં કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. “સુબ્રહ્મણ્ય ભારતીયારનાં ગીતને પ્રચાર કરવો એ એકેએક દેશવાસીની ફરજ છે.' – શ્રીનિવાસ વર્ધને ભાર દઈને કહ્યું. તેમનાં પત્ની પદ્માસનો અભ્યાળ શાંત મૂર્તિની જેમ બેઠાં હતાં. મામા તમે આપેલા ભારતીયારનાં ગીતોના પુસ્તકમાંથી ઘણું ગીતે મેં મોઢે કર્યા છે” – રાજારામને તેમને કહ્યું, ત્યારે “શાબાશ અરબી –કહી તેને બરડે શ્રીનિવાસ વરઈને થાબડ્યો. “અબી ” કહીને કેઈ બેલાવે તે તેને નાનપણથી ગુસ્સે આવતે પરંતુ જે શ્રીનિવાસ વરઈન આ નામથી બોલાવે તે તે ગુસ્સે થતા નહિ. કમિટીની ઓફિસેથી તે વાંચનાલય પર પાછા આવ્યું ત્યારે એક વાગી ગયો હતે. - ક તમિળમાં અબી અને તબી બંનેને અર્થ નાનો ભાઈ થાય છે.