પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ મને કેવી રીતે ભોજન આપી શકશે ? વળી ચારે દિશાએ રખડનારે હું બરાબર જમવાના સમયે અહીં કેવી રીતે આવી શકું ?”

  • તમારાથી આવવું' બની શકશે કે કેમ, એટલે જ પ્રશ્ન છે. તેનાથી કેવી રીતે બની શકશે, એ પ્રશ્ન અસ્થાને છે, ભાઈ ! તે ઘરની રાણી એ જ છે. આવી બાબતમાં તમારા અને મારા કરતાં એ અતિ પ્રવીણ છે. સમય વતીને ચાલતાં તેને સારું આવડે છે. ધનભાગ્યમ સિવાય તે ઘરમાં તેમના નાના ભાઈ એટલે મદુરમના વૃદ્ધ મામા છે. દિવસો સુધી મૃદંગ વગાડી વગાડીને તેમના કાન બહેરા થઈ ગયા છે, તદુપરાંત મંગમા નામની એક વૃદ્ધ કરડી છે. રસોઈનું કામ પણ તે સંભાળે છે. મધુરમ અને તેને સારે મેળ છે. ધનભાગ્યમે તે તેને જન્મ જ આપે છે. તેનું લાલનપાલન, ઉછેર વગેરે મંગમાના હાથે જ થયાં છે. તે તેમની લાડલી દીકરી છે.'

“અત્યારે તેમના કુળને ઈતિહાસ કહેવાની શી જરૂર છે, તેની ?” કાંઈ જ નથી ! થોડાક દિવસ તે કહે તેમ તમે વર્તે એ જ કહેવા આવ્યો છું.” “સેની, મેં એક મોટી ભૂલ કરી છે...' - “કઈ એ કહેશે, ભાઈ ?' તમારું કહેવું માનીને મેં વાંચનાલય માટે આ મેડે ભાડે રાખે છે.” એમાં કઈ ભૂલ છે?” પ્રાણપ્યારા દેશ માટે મારે મારે બધો સમય આપવાની જરૂર છે તેવા સમયે મારે બીજાની ઇચછાને આધીન ન થવું જોઈએ...' દેશ માટે પિતાની પ્રિય વસ્તુ છાવર કરવામાં મદુરમ ઓછી ઊતરશે, એમ તમે ન માનશો. તે પણ રેટિયે ખરીદીને કાંતે છે, જેટલું દિલ દઈને તે વીણા વગાડે છે, એટલા જ દિલથી તે રેંટિયો કાંતે છે. તે પણ મહાત્મા ગાંધીને દેવ માને છે. સાથે