પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

કેવળ પુપે પ્રત્યે પ્રેમભાવ છે, કંટક પ્રત્યે ક્યાંય તિરસ્કાર નથી. વિશ્વના વ્યવહારમાં નીતિ છે, અનીતિ પણ છે; દયા છે, કુરતા પણ છે; સ્નેહ છે, વેરઝેર પણ વ્યાપેલ છે; ખેલદિલી છે, ઈર્ષા પણ છે. પરંતુ લેખકે તે અહીં નીતિ, દયા, નેહ, ખેલ દિલી, ઔદાર્ય, ત્યાગ જેવાં માનવમૂલ્યોનું રતન પેઠે જતન કર્યું છે; પતનના માર્ગ તરફ જરી જેટલે અણસાર પણ કર્યો નથી. - એવું માનવામાં આવે છે કે સંઘર્ષણ વિના કથાવસ્તુનું વહેણ વહેતું નથી; આ નવલકથામાં આઝાદી હાંસલ કરવા માટે અતિહા. સિક ભૂમિકા સિવાય કાંય સંઘર્ષણ નથી. આ કથાની પાત્રસૃષ્ટિમાં ખલનાયકનું અસ્તિત્વ જ નથી. આ કથામાં એક સ્થળે એવું વિધાન છે : માણસ ક્યાં રહે છે, એ અગત્યની વાત નથી પરંતુ તેની રહેણીકરણી કેવી છે, એ અગત્યનું છે ! એક બાજુ જાતિ અને કુળને વિચાર કરીને હું એક વ્યક્તિ પ્રત્યે ઘણા વ્યક્ત કરું છું અને બીજી બાજુ હું મારી જાતને ગાંધીના અનુયાયી તરીકે ઓળખાવુ છું ! ઘણા–તિરસકાર રાક્ષસને, કરુણા–દયા માનને અને કૃપા આશીર્વાદ એ દેવેને ગુણ છે. જ્યાં સુધી બીજા પ્રત્યે ઘણા દર્શાવવાને અવગુણ મારામાં હશે ત્યાં સુધી હું રાક્ષસ રહેવાને છું. બીજાઓ ઉપર દયા વ્યક્ત કરીશ ત્યાં સુધી હું માણસ કહેવાઈશ અને બીજાઓ પ્રત્યે કૃપા લખવીશ ત્યારે હું દેવ કહેવાઈશ. દેવ જેવા કદાચ ન થવાય પણ માણસ તે થવું જ જોઈએ.' આમ આ નવલકથાના કેન્દ્રમાં માનવીને “માનવ' થવાને સંદેશે કંડારવામાં આવ્યું છે.