પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેરિકા. — ૧૮૦૦ પછીનાં તરતનાં વર્ષોનું અમેરિકા નવું અને વિકસતું રાષ્ટ્ર હતું. માંડ પા સદી પહેલાં એણે સ્વતંત્રતા મેળવી હતી. ગુલામી સાંસ્થાનિક સમયથી ચાલી આવતી હતી. પ્રારંભિક સાહસિક લોકો વસી ચૂકેલા પૂર્વમાંથી માર્ગવિહીન પશ્ચિમ તરફ ધસી રહ્યા હતા. આ કાચા, નવા દેશમાં અબ્રાહમના પિતા પોતાનું ગુજરાન ચલાવવાની મથામણ કરતા હતા.