પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કુટુંબ. — અબ્રાહમના પિતા એક સુથાર હતા. પણ કુટુંબનું પેટ ભરવા માટે તેમને લાંબા સમય સુધી જંગલમાં શિકાર કરવા ફરવું પડતું. અબ્રાહમ (એબ), તેમની બહેન અને ખેતર એ ત્રણેની સંભાળ માયાળુ માતા નેન્સી હેન્ક્સ લિંકન ઉપર છોડી દેવામાં આવી હતી. એબે પોતાના જીવનની પ્રેરણાનો યશ પોતાની માતાને આપ્યો છે. તેમણે કહેલું: “મારી માતા પર ઈશ્વરની આશિષ ઊતરો. હું જે કંઈ છું અને જે કંઈ થવાની આશા રાખું છું તે બધું મારી માતાને આભારી છે.”