પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શાળા. — પાડોશમાં એક લાકડાની બાંધેલી શાળા ઊઘડી ત્યારે શ્રીમતી લિંકને નાના એબને અને તેની બહેનને કક્કોબારાખડી અને જોડણી શીખવા નિશાળે બેસાડ્યાં. એમણે બન્નેને કહ્યું: "તમારે લખતાં-વાંચતાં શીખી લેવું જોઈએ. તમારે જ્ઞાન મેળવવું જોઈએ. જેથી મોટાં થાઓ ત્યારે ડાહ્યાં અને સારાં થાઓ." એબને આ શબ્દો હંમેશા યાદ રહી ગયા.