પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ન્ડિયાના — અબ્રાહમની વય સાત વર્ષની હતી ત્યારે તેમના પિતા કુટુંબને ઇન્ડિયાના રાજ્યમાં એક ખેતર પર વસવા લઈ ગયા. એ વખતે એ પ્રદેશ સાવ અરણ્ય જેવો હતો. અહીં પાનખર ઋતુના છેવટના ભાગમાં લિંકન કુટુંબ પોતાના નવા ઘર માટે જંગલ સાફ કરવાના કામમાં લાગી ગયું. શિયાળો તેમને માથે ઝઝૂમી રહ્યો હતો. એટલે ઝાઝી સંભાળ રાખવાને બદલે ખૂબ ઉતાવળથી તેમણે એક લાકડાનું ઘર બાંધી દીધું. અહીં શાળા તો હતી નહિ એટલે એબ ખેતર ઉપર કામ કરતા.