પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રશ્ન. — અબ્રાહમ ૧૧ વર્ષના થયા ત્યારે લિંકન-ખેતરની પાસે એક શાળા બંધાઈ અને અબ્રાહમને શાળાએ જવા દેવા કે નહિ એ પ્રશ્ન ઊભો થયો. તેમના પિતાએ એમ કહ્યું કે એબ જેવો મોટો સશક્ત છોકરો તો શાળા કરતાં ખેતરમાં જ વધુ ઉપયોગી નીવડે. શ્રીમતી લિંકનને એમ લાગતું હતું કે એણે નિશાળમાં જવું જોઈએ.