પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગુલામી. — ૧૯ વર્ષની વયે લિંકને હોડીમાં બેસીને મિસિસિપિ નદીમાં ન્યુ ઑર્લીઅન્સ સુધી પ્રવાસ કર્યો. અહીં તેમને ગુલામીનો પ્રથમ સંપર્ક થયો. ગુલામીથી એમને ઘૃણા થઈ. આ પછી થોડા વખતમાં લિંકન કુટુંબ ફરી વાર પશ્ચિમ તરફ ચાલ્યું. તેઓ ઇલિનૉયમાં ગયા અને ત્યાં તેમણે ફરી વાર જમીન સાફ કરીને કુટિર બાંધી.