પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કારકુન. — ૨૨ વર્ષની વયે લિંકન ઇલિનૉયની સરહદ પરના એક વસ્તુભંડારમાં કારકુન બન્યા. તેમનાં વિચાર અને લાગણીનું ઊંડાણ, તેમની પ્રમાણિકતા, તેમનો મૃદુ વિનોદ અને તેમની ભલમનસાઈ એ બધાંને લીધે લોકો તેમની તરફ ખેંચાતા. એક ચતુર વાર્તા કહેનાર અને વિવાદ કરનાર હોવા ઉપરાંત તેઓ શાસનતંત્રના ઉત્સાહી અભ્યાસી હતા. મિત્રોએ તેમને ઇલિનૉય રાજ્યની ધારાસભામાં જવા માટે ઊભા રહેવાનું પ્રોત્સાહન આપ્યું.