પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધારાસભા. — રાજકારણમાં પ્રવેશ કરતી વખતે લિંકનની ઉંમર ૨૫ વર્ષની હતી. તેઓ ઊંચા અને કઢંગા દેખાવના હતા. તેઓ પહોળા કાંઠલાવાળી હૅૅટ, ખાદીનું ખમીસ, ઝૂલતા છેડાવાળો લાંબો ડગલો અને બૂટ સુધી ન પહોંચે તેવું ટૂંકું પાટલૂન પહેરતા. અજાણ્યા લોકો તેમને જોઈને “વિદૂષક લાગે છે” એક કહેતા. પણ જ્યારે તેઓ બોલતા ત્યારે તેમના કઢંગા દેખાવનો બધો ખ્યાલ ઊડી જતો. ૧૮૩૪માં તેઓ ઇલિનૉયની ધારાસભામાં ચૂંટાયા.