પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રમુખ. — લિંકને ગભરાયા વિના ગુલામી સામેની લડત ચાલુ રાખી. ૧૮૬૦ માં તીવ્ર વિખવાદની વચ્ચે તેઓ અમેરિકાના પ્રમુખ ચૂંટાયા. દેશ અશાંતિથી ઊકળી રહ્યો હતો. લિંકનની ચૂંટણી થતાં જ ગુલામીના પ્રશ્ન ઉપર લાંબા વખતથી ધારવામાં આવતું દેશનું વિભાજન થયું, ૧૧ દક્ષિણી રાજ્યો સંઘમાંથી છૂટાં પડ્યાં. યુનાઇટેડ સ્ટેઇટ્સ પ્રત્યેની વફાદારી છોડીને તેમણે કૉન્ફડરેટ સ્ટેઇટ્સ ઑફ અમેરિકા નામનો સંઘ રચ્યો.