પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

યુદ્ધ. — ઘણા વિવાદ પછી અને એકતા તથા શાંતિ માટેના લિંકનના ઘણા પ્રયાસો છતાં કૉન્ફેડરેટ રાજ્યોએ સંઘ સરકારના એક કિલ્લા પર હુમલો કર્યો. અને દેશને એક લોહિયાળ આંતર- વિગ્રહ (૧૮૬૧-૬૫)માં ધકેલી દીધો, માનવપ્રેમી લિંકન શોકમગ્ન થઈ ગયા. જે ગુલામીને તેઓ ધિક્કારતા હતા તે ચાલુ રહી એટલું જ નહિ પણ તેમના અમેરિકી દેશબંધુઓ એકબીજા સામે લડતા હતા અને સંઘ સરકારના સૈન્યો ભારે ખુવારી વેઠી રહ્યાં હતાં.