પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુક્તિ. — આખરે ૧૮૬૩માં ઇતિહાસનો એક મહાન દસ્તાવેજ પ્રસિદ્ધ થયો. લિંકને તેમનું મુક્તિનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. એ જાહેરનામાએ ગુલામોને મુક્ત કર્યા. એક વારનાં ખેતરો એવાં યુદ્ધક્ષેત્રો પર મરણશરણ થઈ રહેલા દેશબંધુઓ ખાતર લોહીઝરતા હૃદયે લિંકને શાંતિની સ્થાપના અને સંઘની એકતા ઉપર લક્ષ કેન્દ્રિત કર્યું.