પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શાંતિ.— ૧૮૬૫માં સંઘદળોના વિજય સાથે યુદ્ધનો અંત આવ્યો. હવે એક કુટુંબ બીજા કુટુંબ સામે ખોડાયેલું ન રહ્યું. યુદ્ધ ચાર વરસ ચાલ્યું હતું. મુક્તિ અને શક્તિનું રાજ્ય અમલમાં આવ્યું અને સંઘ બચી ગયો. દેશ આનંદથી ગાંડો બની ગયો. આખા દેશનાં દેવળોમાં આભારદર્શનની પ્રાર્થનાઓ કરવામાં આવી.