પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખૂન.— શાંતિ અને ઐક્ય માટેની પોતાની યોજનાઓ સફળ થયેલી જોવા લિંકન જીવ્યા નહિ. યુદ્ધનો બોજો ટાળ્યા પછી પાંચ જ દિવસ બાદ તેઓ વૉશિંગ્ટનની એક નાટકશાળામાં બેઠા હતા ત્યારે એક ઝનૂની દક્ષિણવાસી અભિનેતા જ્હોન વિલ્કીસ બૂથે તેમના માથામાં ગોળી મારી. થોડા કલાક પછી લિંકન મૃત્યુ પામ્યા. એમનું ભગીરથ કાર્ય પૂરું થયું હતું.