પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માનવતા.— શાંતિ માટેની લિંકનની યોજનાઓ તેમનાં ડહાપણ અને માનવતાની સાક્ષી પૂરે છે. દક્ષિણનાં બળવાખોર રાજ્યોને યુદ્ધ શરૂ કરવા માટે સજા થવી જોઈએ એ વાતમાં તેઓ સંમત નહોતા. તેમણે આ શબ્દો કહ્યા : “ કોઈની પ્રત્યે દ્વેષ વિના, સૌની પ્રત્યે અનુકંપાપૂર્વક આપણે રાષ્ટ્રના ઘા પર પાટા બાંધીએ. ”