પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર ચરિત્ર

________________

કર ચરિત્ર. ન્યાતના બંદોબસ્ત કરીને લેાકનું રક્ષણ થતું, વેરા ઉઘરાવનારા અને હિસાબ રાખનારા કારકુન, સરકારી કાગળ લખનારા અને નાધનારા નવીશન્દા, વગેરેની નીચામાં નીચી હલકી પાયરીની નોકરીએ હિંદુને આપતા; પરંતુ ઉંચી પછીની સરકારી કરી તેમને આપવામાં આવતી નહિ. દેશની વિધાની અને દેશના વેપારની માડી લે થઈ હતી. મુગલાઈ અમલ એઠે તેવારે પ્રજા એવી દુર્દશામાં હતી. તૈમૂર નામે મેટા તાતાર એટલે તુર્કવિજયી પાદશાહની એલાદ- માં ખાખર છતો હતા. બાબરના પરદાદાને પરદાદે તૈમૂર હતા. તૈમૂ- રના વિશાળ રાજ્યના ભાગ થયા હતા, તેમાંના એક ભાગ બાબરના દાદા અચ્યુતૈયદને કબજે હતા. બાબરના બાપનું નામ ઉભરશેખ મીરાં હતું. યુસૈયદે કાબુલ, બખ, એશિયાઈ તુર્કસ્તાન, વગેરે મધ્ય એ શિયાના ઘણાક દેશ જીતી લીધા હતા. તેને કાળ થયે તેવારે તેના મુલક તેના પુત્રામાં વહેંચાઇ ગયા, એ યુવરામાં ઉમરãખ મીરજા' ત્રીજો હતા, અને તેને ભાગે ફેરધાના નામે તુર્કસ્તાનને નાના પશુ રસાળ પ્રાંત આધ્યેા. ત્યાં સને ૧૯૮૩ ના ફેબરવારી માસની ૧૪મી તારીખે બાબરના જન્મ થયે. તેની મા જીંધીસખાનના કુળની મુ લાણી હતી. ખાપ તુ હાવાથી બાબરને પણ તુર્કે ગણવે જોઇએ. વળી તેની માની ાતના લેાકને તે ધિક્કારતે. એમ છતાં એને અને એના વશોતે હિંદુમાં મુગલ ગણ્યા છે, એનું કારણ એ હતું કે એના રાજ્યની સ્થાપના થયાની પૂર્વે અગાનિસ્તાનની વાટે મુગલા વારે વારે વારીએ કરતા; તેથી તે રસ્તે ચઢી અવનારા સર્વેને હિંદના લાક મુગલ કહેવા લાગ્યા. આ ભૂલ ભાંગવાને પ્રયત્ન ન કરતાં ખાખરે અને તેના વંશજોએ નામ કબૂલ રાખ્યું. ખાખર બાર વરસના થયે તેવારે તેના પિતાનું મૃત્યુ થયું. ખબર શબ્દને અર્થ તુર્કી ખેલીમાં વાધ છે. એનું નામ જહીરૂદીન મહંમદ હતું. ઉપનામ પ્રમાણે બહાદૂરીમાં તે ખરેખરા વાધ હતા. બાર વરસની નાની ઉમ્મરે તે બાપની ગાદીનેા ધણી થયે તેવારે એનું નાનકડું રાજ્ય અનેક બળવાન શત્રુએથી ધેરાયલું હતું, એમાંના ઘણાખરા તેના કાકા અને પિતરાઈ હતા. વળી ઉસએક