લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચમેલી
૯૯
 

ચમેલી બલવંતને કાંઈ કહી શકી નહિં. બલવંતના અત્યંત કોમળ સ્વભાવની ચમેલીને જાણ હતી. આવો ભાર સહન કરવાની એનામાં શક્તિ ન હતી. પણ પોતે વાત ન કરે તો આ દિલીપ—એનો શું ભરોસો ? અને એ એનો શું અર્થ કરે ?

એને તો હવે ચિંતા થઈ પડી ! એની બપોરની ઊંઘ ઊડી ગઈ. સવાર સાંજનો વિનોદ ઊડી ગયો. એને પહેલાં તો એમ હતું કે બે પાંચ દિવસ આને જાળવી લેવો—ને એના ઝપાટામાં ન આવવું. પણ ચમેલીએ બલવંતને કાંઈ કહ્યું નથી, એ જ્યારે દિલીપે જાણ્યું ત્યારે એણે એનો અવળો અર્થ લીધો ! વળી આ વાત જણાઈ જાય નહિ માટે ચમેલીએ બહારનો વિવેક બરાબર જાળવી રાખવાનું કર્યું એટલે તો દિલીપને પોતાની માન્યતા ખરી લાગી.

પરિણામે એ તો પોતાના જવાનો દિવસ ઠેલતો જ રહ્યો !

એક દિવસ સવારમાં એક ટપો આવીને ઊભો રહ્યો. ટપામાંથી બે જણાં ઊતર્યાં અને ચમેલી તો આભી જ બની ગઈ. એક તો એની વિધવા માશી હતી—પણ બીજી આ રંજન ! એ કેમ આવી હશે ?

રંજનને લઈને માશી આવ્યાં હશે, એને આંહી ઠેકાણાસર પાડવા તો?

અનુમાન કરતાં તો ચમેલીનાં ઘરણ મરી ગયાં.

અને ત્યાં તો થોડીવાર પછી આડી અવળી વાતો થઈ ને રંજન જરાક બહાર ગઈ ત્યાં જ માશીએ ફોડ પાડ્યો: ‘દિએ નહીં એટલી રાતે વધે છે, એટલે કીધું જઈ તો આવું. તારો દેર—અમે આવ્યાં ત્યારે બારણે ઊભો’તો એ