લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦૨
ચમેલી
 

⁠‘રંજનમાં તો એવી ગતાગમ હોય, દીકરી! તો તો ઊડતાં પંખી ન પાડે? આ તો બિચારી સીધી સાદી નિર્દોષ—’

⁠ચમેલી ચમકી ઊઠી: ‘પણ માશી! તો તો મેં તમને કહ્યું નહિ જાવા દ્યો ને આ વાત જ! હું તમને એ કહેવા માગતી’તી ! આ કરવા જેવું નથી!’

⁠બીજે દિવસે માશી ને ભત્રીજી એકાંતમાં પોતે પોતાની વિશ્રૃંભવાર્તા ચલાવી રહ્યાં હતાં. દિલીપે ના પાડી હતી—પરણવાની. એટલે માશી, ચમેલી પાસેથી વાત જાણવા માગતી હતી.

⁠‘પણ ક્યાંક બીજે ગોતવું તો પડશે નાં?’

⁠‘પણ આ વાતમાં કાંઈ માલ નથી, માશી!’

⁠‘પણ કાંઈક બોલ્યા હોત... આ આવ્યા બલવંતભાઈ!'

⁠પ્રૉફેસર બલવંત આવ્યા. તે શાંતમૂર્તિ હતા. છતાં એમના ચહેરા ઉપર પણ આજે જરાક ગુસ્સો દેખાતો હતો. ચમેલીને નવાઈ લાગી.

⁠‘કાં ભાઈ ?...’

⁠‘તમે જરાક નીચે જઈને આડીઅવળી વાત કરોને—દિલીપને મેં બોલાવ્યો છે. હમણાં આંહીં આવશે. હું પૂછી લઉં. પછી તમને કહું...’

⁠ચમેલી એની સામે જોઈ રહી. એણે બલવંતને આટલો આકરો આજે પહેલવહેલા જોયો. તેને કાંઈ સમજ પડી નહિ. એ પોતે આ વાત ન બને તો સારું એમ ઇચ્છી રહી હતી. પણ એને શી રીતે નકારાત્મક ભૂમિકા ઉપર