‘ત્યારે નહિ? તું એને પસંદ કરે છે કે નહિ? બીજું તને ફાવશે કે નહિ? છોકરી તો સારી છે!’
‘પણ, ‘ બ્રધર !' આ ‘બોધરેશન’ એનું શું?’
‘હાં...હાં...ત્યારે તને નહિ ફાવે કાં?’
’ભલે એ થોડા દિવસ રહે—’ દિલીપ બોલ્યો: ‘ આપણે જોઈએ —પરિચય થાય પછી.’
‘પણ પછી યે તું—તેં વિચાર કર્યો છે?’
‘શાનો?’
‘અરે! ગાંડાભાઈ! શાનો શું? પરણવાનો?’
‘પણ બ્રધર !’ એ તો પાછું 'બોધરેશન્'! ’
‘ત્યારે એમ બોલોને મારાભાઈ! તારે જવાબદારી લેવી નથી. પણ તો તો પછી સસ્તી મોજ લેવી છે એમ આનો અર્થ સમજવો? આ લોકો, દિલીપ ! એવી વસ્તુને હજી ટેવાયેલી નથી!’
‘પણ મને આ ‘બોધરેશન’ ગમતું નથી, બ્રધર!’
‘તે તારી ઈચ્છાનો વિષય છે. પણ જેમ તને ‘બોધરેશન’ ગમતું નથી, તેમ મને તારું કોઈ પણ ધ્યેય વિનાનું સ્વતંત્ર જીવન ગમતું નથી. હું એને એક પ્રકારની કાયરતા ગણું છું ! સ્વતંત્રતાને ધ્યેય સાથે સંબંધ છે, નહિતર એ કાયરતા છે.’
‘કાયરતા?’
‘ત્યારે નહિં? તમે જવાબદારી લેવા માગતા નથી. પણ જે કાંઈ સસ્તામાં મળી જાય—જવાબદારી વિના—તે લેવા માગો છો. કાયરતા પણ એ જ માગે છે. તને ન ગમે તો ભલે, પણ આ ઠીક નથી, વિશ્વક્રમમાં ક્યાંય એકલવાયાપણાને