આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
ચમેલી
‘મને? તને ગભરાયેલી દીઠી ત્યારે જ હું તો કળી ગયો હતો!’
એટલામાં નીચેથી દિલીપનો અવાજ આવ્યો: ‘મોટાભાઈ! પેલા લોકોને મેં કહી દીધું...’
‘કે?’
‘મને નહિ ફાવે!’
‘ચાલો, રંજન બચી ગઈ !’ ચમેલી બોલી.
થોડીવારમાં જ ઘર પાછું પહેલાં જેવું બની ગયું. દિલીપ ક્યાંક બહાર જઈ રહ્યો હતો.
‘ધ્યેય વિનાની સ્વતંત્રતા—એ જ મૃત્યુ નહિં હોય?’ પ્રોફેસરે એને જતો જોયો અને એ બોલી ઊઠ્યો.