લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




*[૧]મસ્તાની

( ૧ )


સ્થળઃ ઔરંગાબાદ પાસે સતારા: ગોદાવરીનો તટ

⁠મસ્તાની: (સ્વગત) ઓ આસમાનની રોશની ! ગોદાવરીનું ચળકતું પાણી ! પર્વતની સુંદર પરંપરા ! આ સર્વની પાસે મસ્તાની આજે પોતાનું જિગર ખુલ્લું કરે છે. મસ્તાની સામે પુરુષોએ નજર કરી છે ત્યારે તેનું અંગેઅંગ પ્રગટતું અભિમાન જોઈ ને એ બિચારા પોતે જ શરમાયા છે. મસ્તાની સામે વૈભવનો ભોગ ધરનારા, પોતાના હીરાનું તેજ મસ્તાનીના દાંતના તેજ કરતાં ફિક્કું પડેલું જોઈને—વૈભવથી ન ખરીદાય એવી આ પ્રતિમા છે, એમ સમજી ગયા છે. મસ્તાનીનું શરીરસૌંદર્ય એ તો ઈશ્વરની થાપણ છે. મસ્તાનીના અમર ઇતિહાસનો એ જીવતો લેખ છે. વીર પુરુષના—કોઈ અદ્‌ભૂત સમયમૂર્તિના― એક જ દિશા


  1. ↑ * ઈ. સ. ૧૯૨૨ માં લખેલી આ સંવાદવાર્તા આંહીં સંઘરી લીધી છે. એમાં ફેરફાર નજીવો જ કર્યો છે.