લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મસ્તાની
૧૧૩
 

દેહ પર રાણોજીની ભસ્મ તો વૈભવરૂપ છે! રાણોજીની આ શમશેર એ શ્રીમંત પેશ્વાએ આપેલી વિભૂતિ છે!

( મરાઠા સામંતોની સમશેરો ચળકે છે )
 

નિઝામ : ઓહો ! મલ્હારરાવ હોલ્કર ! રાણોજી સિંધિયા !

રાણોજી : મરાઠી રાજ્યના સૂર્યની પાછળ રાણોજી છાયા છે!

મલ્હારરાવ : જ્યાં મરાઠી રાજ્યનું હૃદય ત્યાં મલ્હારરાવનું લોહી!

( ભેટનજરાણાં થાય છે; સભા બરખાસ્ત થાય છે:
સૌ જાય છે, મસ્તાની એ તરફ જોઈ રહે છે.)
 


મસ્તાની : (સ્વગત) એ સૌથી પહેલો ઊડતો સવાર ! કેટલું વીરત્વ ! આજે પુરુષ જોયો, એનાથી ઘોડો શોભે છે, એની પાછળ ચાલનારા પુરુષ છે, એ પોતે અસાધારણ પુરુષ છે. મસ્તાની આજે શરમાય એવું સ્ત્રીત્વ ગ્રહણ કરવા તૈયાર છે. આજે હવે હું શરમાઉં. એ પુરુષ–વીર પુરુષ—સાચો. આટલે છેટેથી એની ઘોડા પર બેસવાની છટા એને બીજાથી જુદો પાડે છે. શું પશુ, કે શું મનુષ્ય, વીરત્વની પૂજા એ માનવજીવનનો સહજ સંસ્કાર છે. બાજીરાવને જોઈ ઘોડો અભિમાનમાં ખૂંખારે છે; અને છેવટ, મસ્તાની પણ બાજીરાવને પૂજવા તૈયાર છે!’

( સૌ સ્ત્રીમંડળ ચાલ્યું જાય છે.
મસ્તાની પણ સાથે જાય છે. )