કિરણની નજરે જ પડશે ! અરે હજાર જિંદગી; પરંતુ એ રેખાઓમાં જિંદગી ગુમાવવા માટે એક વખત પતંગિયું બનવું છે! ખુદાની કચેરીમાં પણ બોલવાની તાકાત છે કે એ પરવરદિગાર, બાજીરાવ ઉત્પન્ન ન કરજે, અથવા કરવા જ પડે તો કોઈ મસ્તાનીને બાજીરાવ માટે જ રાખી મૂકજે. એના અંગપ્રત્યંગમાં પરિચિત વીરત્વનો છાપ છે; એના નયનમાં જાણે અનંત સમય પહેલાંના એકાદ મેળાપનો ગુપ્ત ઇતિહાસ લખાયો છે ! ઓ, બાજીરાવ ! પરવરદિગાર ! બાજીરાવ મારું રસાયન છે; બાજીરાવ મારી આંખોની તાપણી છે; બાજીરાવ મારા થાકેલા હૃદયનો એક જ વિશ્રામ છે—આધાર છે! આત્મા ખીલી શકે એવું એ એક જ સ્થાન છે. બાજીરાવ ન હોય તો મસ્તાનીનું જીવન એ પણ મૃત્યુ છે!
અને હવે, આ આસમાનના એક જ સિતારા, તું સાક્ષી રહેજે. મસ્તાની આજે પોતાનું જીવન નવી રીતે શરૂ કરે છે ! ઓ પેલા દૂર દેખાતા બાજીરાવના તંબુ, ચાલ, હવે બાજીરાવના વીરત્વને મળવા સૌંદર્ય અધીર છે. મસ્તાની આજે ઘોડેસવાર બનશે, ગોદાવરીનો નિર્મળ જલપ્રવાહ સાક્ષી છે. હું હવે પ્રેમદીવાની છું. મારો એ મૃત્યુલેખ છે; મારા આત્માનો એ અમર સત્કાર છે; એને લીધે જ હું મસ્તાની છું ! ’
- ( ઘોડેસવાર થઈને જાય છે )
રાણોજી: આ સ્થળ જ સ્ત્રીઓના સૌંદર્ય જેવું છે ! જ્યાં જુએ ત્યાં સુંદર નીલી ભૂમિ! અરે, ક્યાંય કોકણના પથ્થર થય્યા છે ?!