મલ્હારરાવ : કોંકણ તો પરશુરામની પ્રિય ભૂમિ છે!
બાજીરાવ : કોંકણના નિર્મળ ઝરાઓ ! કઠણ શિલાઓ ! અરે, ઔરંગાબાદના હીરા કરતાં એ પથ્થર હંમેશાં વધારે વહાલા લાગ્યા છે ! કોણ જાણે કેમ છે, પણ સતારાની ભૂમિ સંભારતાં નાનપણમાં માતા લાડ લડાવતી તે સાંભરે છે ! દિલ્હીના સિંહાસન ઉપર મરું, કે તાજમહાલની સમક્ષ મરું, એ કરતાં સતારાના પથ્થર પાસે મરું તે મૃત્યુનો આનંદ ઓર આવે ! ઓ રાણોજી ! હું કદાચ ન હોઉં ત્યારે પણ તું સતારાના દરવાજા પાસે મરજે; પૂનાના મેદાનમાં મરજે! મૃત્યુના જેવો બીજો શો આનંદ હોય ? ’
રાણાજી : પરશુરામાવતારની પૂનાના મેદાન પર એવી જ પ્રીતિ છે !
બાજીરાવ : ‘ પૂનાની જમીન પર સૂઉં છું ત્યારે મારી વહાલી માતાનો ખોળો સાંભરે છે ! ચાર વર્ષની વયે પૂનાના મેદાનમાં જે રમત રમ્યો તે રમત માટે બીજે મરવા કરતાં પૂનામાં મરવાનું મન થાય છે ! પૂના! ઓ પૂના ! તારાં ખંડિયેર થશે ત્યારે બાજીરાવ પૂનાનો પથ્થર હશે તો પણ તો પણ્ રોઈ પડશે ! મલ્હારરાવ ! સમય અનંત છે. દિલ્હી તૂટે છે, તો ભવિષ્યમાં પૂના પણ કાં ન તૂટે?
મલ્હારરાવ : પૂના તૂટશે ત્યારે હિંદુસ્તાનના મેદાનમાં પણ સ્ત્રીઓના રાસડા જ સંભળાતા હશે !
બાજીરાવ : ક્યાં વાતોઍ ચડ્યા ? નિઝામને આજે હરાવ્યો છે ને કાલે શિવાજી મહારાજનો ભગવો ઝૂંડો ઠેઠ અટકની સીમ સુધી ફરકાવવો છે ! ત્યાં સુધી મને આરામ નથી. શિવાજી મહારાજે કર્યું તેના સોમાં ભાગનું પણ